વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#GA4 #week16
#Biryani
#ઊંધીયા ફ્લેવર
પોસ્ટ - 25
બિરયાની સામાન્ય રીતે શાકભાજી ના અને ભાત ના લેયર કરીને બનાવાય છે...મેં ઊંધીયા માં વપરાતા શાક અને મેથીના તળેલા મુઠીયા તેમજ લીલા ચણા તેમજ સરગવો અને અન્ય શાક નો ઉપયોગ કરીને એક નવોજ પ્રયોગ કર્યો અને ખૂબ જ સ્વાદિષ્ટ...કેસર અને બિરસ્તાની તેમજ ખડા મસાલાઓ ની અરોમાં(ફ્લેવર્સ) થી એકદમ રીચ બિરયાની બની..આપ સૌ ને જરૂર પસંદ આવશે...😊

વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)

#GA4 #week16
#Biryani
#ઊંધીયા ફ્લેવર
પોસ્ટ - 25
બિરયાની સામાન્ય રીતે શાકભાજી ના અને ભાત ના લેયર કરીને બનાવાય છે...મેં ઊંધીયા માં વપરાતા શાક અને મેથીના તળેલા મુઠીયા તેમજ લીલા ચણા તેમજ સરગવો અને અન્ય શાક નો ઉપયોગ કરીને એક નવોજ પ્રયોગ કર્યો અને ખૂબ જ સ્વાદિષ્ટ...કેસર અને બિરસ્તાની તેમજ ખડા મસાલાઓ ની અરોમાં(ફ્લેવર્સ) થી એકદમ રીચ બિરયાની બની..આપ સૌ ને જરૂર પસંદ આવશે...😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
5 વ્યક્તિ
  1. 3 કપરાંધેલા બાસમતી ભાત
  2. 1/2 કપગરમ દૂધ
  3. 1 ચમચીકેસરના તાંતણા
  4. 2 નંગડુંગળી લાંબી સમારેલી(તળવા)
  5. 1/2 કપમલાઈદાર દહીં
  6. 2 ચમચીબિરયાની મસાલો
  7. 2 ચમચીકાશ્મીરી મરચું
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીઆદુ-ફુદીનાની પેસ્ટ
  10. 4 નંગઈલાયચી
  11. 1 નંગએલચો(મોટી ઈલાયચી)
  12. 3 નંગફૂલ ચકરી(બાદી યા)
  13. 4તજના ટુકડા
  14. 4લવિંગ
  15. 2તમાલપત્ર
  16. 12 નંગકાળા મરી
  17. 1 ચમચીજીરું
  18. 1/2 ચમચીલીંબુ નો રસ
  19. મીઠું જરૂર મુજબ
  20. વેજિટેબલ્સ:-
  21. 1 નંગમોટા બટાકા ઉભા સમારેલા
  22. 1/2 કપસમારેલું ફ્લાવર
  23. 1/2 કપસમારેલી ફણસી
  24. 1 નંગઉભા સમારેલા ગાજર
  25. 1/2 કપલીલા ચણા
  26. 6/8 નંગ સરગવાના ટુકડા
  27. 15 નંગમેથીના તળેલા મુઠીયા
  28. 2મોટી ડુંગળી ચોપ કરેલી
  29. 3ટામેટા ચોપ કરેલા
  30. 50 ગ્રામસમારેલી કોથમીર
  31. 1/2 કપતેલ વઘાર માટે
  32. 1/2 કપતળેલા કાજુ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાંધેલા ભાત ને ઠંડા કરવા સાઈડ પર રાખો....બાસમતી ચોખાને મેં 20 મિનિટ માટે પલાળી તેમાં 1 તજ નો ટુકડો બે લવિંગ બે તમાલપત્ર...1 ફુલ ચકરી...1 ચમચી ઘી 1/2 ચમચી લીંબુનો રસ તેમજ એક ચમચી મીઠું ઉમેરી ડબલ બોઈલર થી રાંધી લીધા છે...જેથી તેની સુગંધ જળવાઈ રહે...

  2. 2

    હવે એક પોટમાં પાણી લઈ ચપટી મીઠું ઉમેરી ગેસ પર મૂકો...ગરમ થાય એટલે સ્ટેપ વાઈઝ પહેલા સરગવો...લીલા ચણા પછી ફણસી...બટાકા....ફ્લાવર... છેલ્લે ગાજર એ રીતે પાર બોઈલ કરી લો...વધારે ચડવા દેવાના નથી...સૂપની ગરણી થી સ્ટ્રેઈન કરી લો...

  3. 3

    એક કડાઈ અથવા પેનમાં તેલ ગરમ કરવા મુકો...તેમાં ડુંગળી ની ઉભી સ્લાઇસને એકદમ કડક બ્રાઉન (બિરસ્તો) તળી લો....મેથીની ભાજીના નાના મુઠીયા પણ તળી લો (ઊંધીયા ના મુઠીયા) કાજુ પણ હલકા ગુલાબી તળી લો....વધેલા તેલમાં જ આપણે શાક વધારવાનું છે....

  4. 4

    હવે એક વાટકીમાં દૂધ ગરમ કરી તેમાં કેસર મિક્સ કરી ને સાઈડ પર રાખો....જે તેલ વધ્યું છે તેમાં વઘાર મૂકી ઉપર દર્શાવેલા બધા જ ખડા મસાલા...જીરું...હળદર ઉમેરી ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર કરો અને તેમાં જ પાર બોઈલ કરેલા શાકભાજી ઉમેરી ને મસાલા કરો....એક વાટકીમાં દહીં લઈ તેમાં બિરયાની મસાલો...આદુ ફુદીનાની પેસ્ટ લાલ મરચું ઉમેરી ને એ મિશ્રણ શાકમાં ઉમેરો મીઠું ઉમેરો...કોથમીર પણ ઉમેરી દો.

  5. 5

    સ્લો ફ્લેમ પર શાકને ઢાંકીને સિઝવા મુકો....શાક માં મસાલા ની ફ્લેવર બેસી જશે એટલે ગેસ બંધ કરો...હવે બિરયાની ના લેયર્સ કરવા એક મોટા બાઉલને ઘી થી ગ્રીસ કરીને પછી રાંધેલા ભાતનું એક લેયર કરી ચમચા વડે પ્રેસ કરી બે ત્રણ ચમચી કેસર વાળુ દૂધ ઉમેરો

  6. 6

    હવે થોડો બિરસ્તો પાથરી ઉપર શાકનું લેયર કરો.....આ રીતે સ્ટેપ વાઈઝ લેયર્સ રિપીટ કરો...સૌથી ઉપર ભાતનું લેયર આવશે....થોડું ચમચાથી પ્રેસ કરી ઉપર બાકીનો બિરસ્તો તેમજ તળેલા કાજુ સ્પ્રેડ કરી દો...

  7. 7

    હવે આપણી વેજ. કેસર બિરયાની તૈયાર છે....દહીં સાથે અથવા રાયતા સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes