શીંગ ની ચીકી (Peanuts Chikki Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અદભૂત ફાયદા ધરાવતી સીંગની ચિક્કી નાના-મોટા બધાને પ્રિય હોય છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં અને ખાસ કરીને ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. ખાસ કરીને ઉત્તરાયણ નો તહેવાર આવતાં બધાં લોકો ઘરે ઘણા પ્રકાર ની ચીકી બનાવતાં હોય છે.મે શીંગ ની ચીકી બનાવી છે જે ખાવામાં બજારમાં મળતી ક્રિસ્પી ચીકી જેવી જ બની છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ ને છોલી લો.તેને સ્લો ગેસ પર તવી મા 10 મિનિટ શેકી લો.ઠંડી થાય પછી અધકચરી વાટી લો.
- 2
હવે એજ પેન માં ઘી,½ કપ ગોળ અને 2 ચમચી પાણી ઉમેરી નાંખી હલાવતાં જાઓ.ગોળ નો પાયો થાય ત્યાં સુધી હલાવતાં રહો.
- 3
ગોળનો પાયો ચેક કરવાં વાટકી નાં પાણી માં ગોળ ના ટીપાં ઉમેરી ચેક કરી લો.જો ગોળ ખાવામાં ક્રિસ્પી લાગે તો શીંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે ગોળ અને શીંગ ના મિશ્રણ ને પ્લેટફોર્મ પર ઉતારી દો.હવે મિશ્રણ ને હાથ થી એક સરખું કરી વેલણ થી વણી લો.અને ગરમ માં જ કાપા પાડી દો.
- 5
10 થી 15 મિનિટ બાદ ચીકી ના પીસ સહેલાઈથી છુટ્ટા થશે.સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
- 6
તૈયાર છે હેલ્થી અને સ્વાદિષ્ટ શીંગ ની ચીકી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (23)