શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
Dimpal Patel @dimpalpatel_7988
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણા ને ધીમા ગેસ પર શેકી લો. હવે તેના પરથી ફોતરાં ઉખેડી અધકચરા ક્રશ કરી લો.હવે એક કડાઈમાં સમારેલો ગોળ ઉમેરી એમાં પાણી ઉમેરી લો. અને ધીમાં ગેસ પર ગોળ ને ઓગાળી લો. અને ગોળ નો પાયો કરવાનો છે.
- 2
ગોળ ઓગળી જાય પછી સતત હલાવતા રહેવું.
- 3
તો એકદમ કલર બદલાઈ જાય અને પાયો રેડી થાય ત્યારે તેમાં શીંગદાણા ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.
- 4
મિક્ષ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી લો અને કીચન પ્લેટફોર્મ, વેલણ પર તેલ લગાવી લો. અને ચીકી ને પ્લેટફોર્મ પર પાથરી લો.
- 5
હવે પાણી વાળા હાથ કરીને પાથરી લો. અને તેલ વાળું વેલણથી ચીકી ને પાતળી વણી લો. અને પીસ કરી લો. તો ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ સીંગની ચીકી રેડી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14414484

















ટિપ્પણીઓ