મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
Dimpal Patel @dimpalpatel_7988
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં 1 ચમચી ઘી લો અને મેથી ઉમેરીને સાંતળી લો.
- 2
હવે એ જ પેનમાં 1 ચમચી તેલ ઉમેરી ડુંગળી, તમાલપત્ર, કાજુ, ઈલાયચી, લીલા મરચાં, લસણ ઉમેરી લો અને મિક્સ કરી લો. હવે એમાં ઠોડુ પાણી ઉમેરી ઢાંકી ને કુક થવા દો.
- 3
કુક થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી લો અને ઠંડું થવા માટે મૂકો. ઠંડું થાય ત્યારે તેને ક્રશ કરી લો.
- 4
હવે એક કડાઈમાં 1ચમચી તેલ અને 1 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય ત્યારે તેમાં 1 ચમચી જીરું ઉમેરી ગ્રેવી ઉમેરી લો અને મિક્સ કરી લો
- 5
હવે એમાં બાફેલા વટાણા અને મેથી ઉમેરી ઠોડું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, અને 2 ચમચી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. અને ઢાંકી ને કુક થવા દો.
- 6
કુક થઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી મલાઈ ઉમેરી મિક્સ કરી લો. 3 થી 4 મિનિટ કુક થવા દો અને ગેસ બંધ કરી લો અને ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
- તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
- મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
- વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
- તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14418094





















ટિપ્પણીઓ