ઓટ્સ ચીક્કી (ગ્રેનોલા બાર) (Granola Bar Recipe in Gujarati)

payal Prajapati patel @payal_homechef
ઓટ્સ ચીક્કી (ગ્રેનોલા બાર) (Granola Bar Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં ઓટ્સ લો અને તેને ધીમા તાપે શેકી લો. શેકાઈ જાય એટલે એક બાઉલ મા કાઢી લો.
- 2
હવે પેન મા ૧ ટેબલસ્પૂન ઘી લઈ એમા સમારેલા ડ્રાયફ્રૂટ શેકી લો. શેકાઈ જાય એટલે તેને ઓટ્સ મા ઉમેરી દો.
- 3
હવે તેમા ખજૂર, દ્રાક્ષ, બ્લૂબેરી અને ક્રેનબેરી ઉમેરો અને બધુ બરાબર મીક્સ કરી લો.
- 4
હવે એક પેન મા ઘી લો અને તેમા ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય ત્યા સુધી સતત હલાવતા રહો. ગોળ નો કલર બદલાય જાય એટલે ગેસ બંધ કરી દો.
- 5
હવે તેમા ઓટ્સ નુ મીશ્રણ ઉમેરી ને બરાબર મીક્સ કરી લો અને ગ્રીઝ કરેલી ટ્રે મા પાથરી દો.
- 6
ઠંડુ થઇ જાય એટલે ચોરસ ટુકડા કરી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14422816



















ટિપ્પણીઓ (6)