ફ્રેન્ચ બીન ફ્રાઈસ (French Beans Fries Recipe In Gujarati)

Payal Chirayu Vaidya @payalvaidya
ફ્રેન્ચ બીન ફ્રાઈસ (French Beans Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ઉકાળી લેવુ. પાણી ઉકળી જાય એટલે તેમાં ધોઈ ને બંને બાજુએ થી ડીચા કાપીને સમારેલી બધી ફણસી ઉમેરી ૨ મિનિટ સુધી રહેવા દેવું. પછી તેને પાણી માથી કાઢી ને બરાબર નીતારી લેવુ.
- 2
હવે એક બાજુ તળવા માટે તેલ ગરમ કરવા મુકો. અને બીજી તરફ કોનઁફલાર ની સ્લરી મા બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લેવુ.
- 3
હવે એક એક કરી ને બધી ફણસી ને પહેલા કોનઁફલાર ની સ્લરી મા પછી સુકા કોનઁફલાર મા અને ફરીથી કોનઁફલાર ની સ્લરી મા અને છેલ્લે બ્રેડ ક્મસ મા બરાબર દબાવી ને રગદોળી લેવુ અને તેને ગરમ તેલ મા લાઈટ બ્રાઉન અને કિ્સપી થઈ જાય ત્યાં સુધી તળી લેવુ. તૈયાર થઈ જાય પછી તેને કેચપ અથવા મેયોનિઝ સાથે સવઁ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14425002







ટિપ્પણીઓ (2)