ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચાલો આપણે ગુલાબ જાંબુ બનાવવાનું શરૂ કરીએ.અહીં મે Gits કંપનીનો ગુલાબ જાંબુ નો લોટ લીધો છે. સૌપ્રથમ લોટને બાંધતા પહેલા ચાળી લેવો. જેથી તેમાં ગુટલીઓ ના પડે. હવે લોટમાં થોડું થોડું દૂધ ઉમેરતા જવું અને લોટ બાંધતો જાવો. લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેઓ નરમ માપનો બાંધવો. લોટ બંધાઈ ગયા પછી તેને 5 મીનિટ સુધી કુણવવો.
- 2
લોટ બંધાઈ જાય એટલે મીડિયમ સાઇઝની ગોળી કરી લેવી. ગોળી બહુ નાની પણ ન રાખવી અને બહુ મોટી પણ ન રાખવી.ગોળી દબાવી દબાવીને પછી વાળવી જેથી તે ફાટે નહીં. ગોળી થઈ ગયા પછી તેલ ગરમ કરવા માટે મૂકો.તેલ એકદમ ધીમા ગેસ પર રાખો. જેથી ગોળી બળી ન જાય. હવે તેલ ગરમ થાય એટલે ગોળીને તળી લેવી. તે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. ગોળી બ્રાઉન કલરની થાય પછી તેને કાઢી લેવી.
- 3
ગોળી તૈયાર થઈ ગયા પછી ચાસણી તૈયાર કરવી. હવે આપણે જેટલી ચાસણી કરવી હોય કેટલી ખાંડ લેવી અને જેટલી ખાંડ દીધી હોય તેનાથી 1/2 પાણી લેવું. આ બે મિક્સ કરીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો.
- 4
ધ્યાન રાખો ચાસણી તૈયાર કરો ત્યારે વચ્ચે સતત તેને હલાવતા રહેવું.ખાંડને નીચે બેસવા ન દેવી. ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં ગુલાબ જાંબુ ની અંદર ટાંચણી થી કાણા કરી લેવા. જેથી ચાસણી અંદર પણ ઉતરે અને ગુલાબ જામુન એકદમ મીઠા લાગે.
- 5
ચાસણી નો એક તાર આવે ત્યાં સુધી તૈયાર કરવી.ચાસણી થઈ ગયા પછી તેને થોડીક વાર ઠંડી થવા દેવી. બહુ નહીં ઠંડી થવા દેવાની. ચાસણી સહેજ ગરમ હોય ત્યારે તૈયાર કરેલા જાંબુ તેમાં ઉમેરવા અને હલાવી નાખવા. તૈયાર છે ગુલાબ જાંબુ. જો તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા હોય તો 1કલાક પછી લઈ શકો છો.
- 6
હવે જ્યારે ગુલાબ જાંબુ ખાવા હોય ત્યારે સર્વિંગ બાઉલમાં લઈ ગુલાબ જામુન સર્વ કરો. તૈયાર છે યમ્મી અને ટેસ્ટી ગુલાબ જામુન.
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)





















ટિપ્પણીઓ