મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)

#GA4
#Week19
#Methi
#મેથી
#ચકરી
#chakri
#cookpadindia
#cookpadgujarati
શિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ને ચારી ને એક બાઉલ માં લઇ લો. ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ બધા મસાલા નાખો (હાજમો હાથ થી મસળી ને નાખવો) અને મિક્સ કરો. હવે તેમાં ઘી નું મોણ અને સમારેલી મેથી ની ભાજી નાખી મિક્સ કરો.
- 2
હવે ગરમ પાણી થોડું થોડું ઉમેરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટ વધારે સોફ્ટ નહિ હોવો જોઈએ. લોટ તૈયાર છે. (ઘી નું મોણ અને ગરમ પાણી નાખવાથી ચાકરી ક્રિસ્પી બને છે).
- 3
હવે પેન માં તેલ ગરમ કરવા મુકો. ચકરી પાડવાના સંચા ને અંદર થી તેલ વડે ગ્રીઝ કરો. હવે તેમાં ચકરી ની જાળી લગાવી, લોટ ભરી, સંચો બંધ કરી એક મોટી થાળી અથવા પ્લાસ્ટિક શીટ ઉપર ચકરી પાડો. તેલ ગરમ થઇ જાય એટલે સ્લો-મીડીયમ ફ્લેમ પર બધી ચકરી વારા ફરથી તળી લો. ચકરી તળતી વખતે તરત હલાવવી નહિ. આછી ગુલાબી થાય પછી ફેરવવી. ગોલ્ડન બ્રોવન થાય તેવી તળી લો.
- 4
ફ્રેશ મેથી માંથી બનાવેલી મેથી ચકરી તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. એરટાઈટ ડબ્બા માં સ્ટોર કરવાથી 15-20 દિવસ સુધી બગડતી નથી. ચા-કોફી સાથે ચકરી ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (70)