સુરતી ઊંધીયું (Surti Undhiyu recipe in Gujarati)

સુરતી ઊંધીયું (Surti Undhiyu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા,શ્ક્કરિયા અને કંદને છોલીને,ધોઇને,લૂછીને ટુકડા કરવા.3એ વસ્તુ તેલમાં તળી લો.
- 2
મુઠીયા બનાવવા માટે** ચણાના લોટમાં ઘઉંનો જાડો લોટ,મીઠું,હળદર,ધાણા જીરું પાઉડર,સાકર નાંખવાં. તેમાં વધારે મોણ નાખવું.
- 3
મેથીની ભાજીને અને થોડી કોથમીર સમારીને,ધોઇને ચાળણીમાં કાઢવી. પાણી નીતરી જાય ત્યારે લોટમાં મિક્સ કરી લોટને મિડિયમ ક્ણીક બાંધો. મુથિયાં વાળી ગરમ તેલમાં ધીમા તાપે તળવા.જેથી લોટ કાચો ન રહે.
- 4
રીંગણને, કાચા કેળાં,બટેકાંને ધોઇને બે સાઈડ ઉભા કાપા મુકવા.વાટેલ આદુ લસણ અને મરચાં ની પેસ્ટ,કોથમીર,સાકર,લીબુંનો રસ,ગરમ મસાલો અને તલ ભેગા કરી મસાલો રીંગણ,બટેકાં, કેળાં ભરવાં.
- 5
કોથમીરને બારીક સમારી તેમાં આદુ,મરચાં,કોપરું,જુરું,તલ,લસણ,સાકર,મીઠું,બધું ભેગું કરી મસાલો રેડી કરવો.
- 6
કુકરમાં 5થી 6 મોટા ચમચા તેલ ગરમ કરી તેમાં અજમો,મરચું,હળદર,અને હીંગનો વગાર કરી 1st ભરેલા શાક, 2nd લેયર પાપડી,વાલનાં દાણા,અને લીલવ નાંખવાં.3rd લેયર કોથમીરનો રેડી કરેલ મસાલો નાખો.4 th લેયર તળેલા કંદ પાથરવા.
- 7
લેયર રેડી કરવા માટે **
- 8
5th લેયર તળેલા મેથીના મુથિયાં મુકી ઉપરથી કોથમીરનો મસાલો બધો મિક્સ કરીને સ્વાદ મુજબ મીઠું અને 1 1/2 પાણી નાંખી અને કુકરમાં 4વ્હિસલ ધીમા તાપે આપવી.
- 9
વ્હિસલ આપી 1/2 ક્લાક કુકરમાં જ ઉંધીયું રેવા દેવું.
- 10
કુકરમાં રેડી કરેલ ઊંધીયું થંs થાય ત્યારે ચમચો નીચેથી ઉપર તરફ હલાવી બરોબર મિશ્રણ તૈયાર કરો.
- 11
ગાર્નિશ માટે ** ઉંધીયું બનીને રેડી છે તેનાં પર કોપરાની છીણ અને કોથમીર ભભરાવી ગરમ પૂરી અથવા રોટલી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
લીલી તુવેરનાં ઢેકરા ચટપટી ટામેટાં-લસણની ચટણી સાથે.(Dhekra Recipe in Gujarati)
#KS1#ઢેકરા(DHEKRA)#Cookpadindia#Cookpadgujratiસાઊથ ગુજરાતની ટ્રેડિશનલ ફેમસ વાનગી લીલી તુવેરનાં ઢેકરા. શિયાળાની ઋતુમાં બનતી આ વાનગી ખરેખર ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. 😋😋 Vaishali Thaker -
વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
#KS4#Cookpadindia#Cookpadgujrati#VATELI DAAL KHMAN SURTI STYLE Vaishali Thaker -
ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US ચટાકેદાર ગાલિક સુરતી ઉંધીયુ Sneha Patel -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
ચટાકેદાર સુરતી ઉંધીયું#trend#cookpadguj#cookpadindia#cookpadઉંધીયું આમ તો એક જાતનું શાક જ છે.પણ ગુજરાતી થાળીનો તે દબદબો છે.ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાં ની એક વાનગી છે.ઉંધીયું મૂળ સુરતની વાનગી છે.પણ આખા ગુજરાતમાં પ્રચલિત છે.ઉંધીયુ એ ગુજરાતી થાળી નો રાજા ગણાય છે. Neeru Thakkar -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
જૈન સુરતી ઉંધિયુ (Jain Surti Undhiyu Recipe In Gujarati)
જૈન હરિયાલી સુરતી ઉંધિયુ#treand#Cookpad in Gujarati.#UNDHIYU#post 1.Recipe નો 161#શિયાળાના દિવસોમાં શાકભાજીઓ ખૂબ જ આવે છે અને આ ટાઈમે ઊંધિયુ ખાવાની મજા કંઈક ઓર જ હોય છે તો આજે જૈન સુરતી ઉંધિયુ બનાવ્યું છે જે ટેસ્ટ માં બેસ્ટ છે Jyoti Shah -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
-
-
-
સુરતી ઉંધીયું બાફેલુ (Surti Undhiyu Bafelu Recipe In Gujarati)
#WK4વિન્ટર ચેલેન્જ Week -4આ વલસાડ નું પ્રખ્યાત ગ્રીન ચટણી સાથે ખાવા માં આવે છે , બાફેલા ઉંધીયા જેવું પણ મસાલા ની ચટણી મિક્ષ કરી બટાકા માં ચટણી ભરી વરાળ થી બાફવા માં આવે છે (વલસાડ નું પ્રખ્યાત ઉબાડિયું) Bina Talati -
સુરતી ઊંધીયું
સુરતી ઊંધીયા આજ હુ બનાવાની છુ જેમ કતારગામ ની પાપડી નો ઉપયોગ થાઈ છે વટાણા કે તુવેર ના દાણા નો ઉપયોગ થતો નથી. શિયાળા મા કતારગામ ની પાપડી ખૂબ જ સરસ મળે છે. જે ત્રણ દાણા વાળી જ હોઇ છે જેમાં ફોલતી વખતે અણી વાક જ હોઇ તે જ કાઢવાનો હોઇ છે. આખી પાપડી રેહવા દેવાની હોઇ છે. પાપડી તાજી હોઇ તો સરસ ચઢી જાય છે. જેનુ ઊંધીયું ખૂબ જ સરસ લાગે છે. Sonal Naik -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉં સૂપ (Manchown Soup Recipe In Gujarati)
#KS2#MANCHOW SOUP 😋😋🥣🥣#મનચાઉં સૂપ 😋😋🥣#Cookpadgujrati#Cookpadindia Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ (13)