ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાક સમારી લો.
- 2
ડુંગળી સમારી લો.હવે એક કુકર માં તેલ ગરમ કરો.એમાં તજ, લવિંગ, બાદીયા, તમાલપત્ર નાખો. પછી ડુંગળી નાખો. ટામેટું સમારી નાખો.
- 3
પછી બધા સમારેલા શાક નાખો.પછી બધા મસાલા નાખો.અને પાણી નાખી કુકર બંધ કરી ૪ સીટી વગાડો.કુકર ખોલી એમાં ગરમ મસાલો અને લીલી ડુંગળી સમારી નાખો.
- 4
કોથમીર નાખી સજાવો.હવે ચાપડી માટે લોટ લો.એમાં મીઠું, જીરુ અને તેલ નાખી મિક્સ કરી લો.હવે પાણી થી લોટ બાધો.
- 5
લોટ ભાખરી ના લોટ જેવો બાધવો.હવે એમાં થી નાના લુઆ લઇ થેપી લો.ગોળ ગોળ અને હથેળી થી દબાવી દો.હવે તેલ ને એક તપેલી ગરમ મૂકો. એમાં ચાપડી તળી લો.
- 6
હવે એક પ્લેટ મા તાવો અને એની ઉપર લીલી ડુંગળી, કોથમીર થી સજાવો. અને ચાપડી પણ સર્વ કરો.તો તૈયાર છે ચાપડી તાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467207






















ટિપ્પણીઓ (2)