વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)

Nila Mehta @Nnmehta_3666
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી બાસમતી ચોખા ને ધોઈ ને એક કલાક પલાળી રાખવા. ગાજર, કેપ્સીકમ, લીલી ડુંગળી, કોબીજ બધુ બારીક સમારી લેવા.
- 2
કૂકરમાં બે પાવડા તેલ અને બે ચમચી ઘી ગરમ કરી તેમાં જીરું નો વઘાર કરવો. સાથે તજ, લવિંગ, મીઠા લીમડાનાં પાન, લાલ સુકા મરચા નાખી લીલી ડુંગળી નાખી થોડી વાર સાંતળવી.
- 3
પછી તેમાં બધા શાકભાજી અને બાફેલી મકાઈના દાણા ઉમેરી બરાબર મિક્સ કરવું. તેમાં પલાળેલા ચોખા ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી બરાબર હલાવી લેવું
- 4
અડધો ગ્લાસ પાણી ઉમેરી બરાબર હલાવી લેવું. કૂકરમાં બે સીટી વાગવા દેવી. ગેસ બંધ કરી દેવો. કૂકર ઠંડું થાય એટલે ઉતારી તેમાં પુલાવ નો મસાલો ઉમેરી ધીમે રહીને હલાવી લેવું. ગરમાગરમ પુલાવ બાઉલમાં કાઢી સર્વ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14468926















ટિપ્પણીઓ (2)