પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)

પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી ભેગી કરી લો અને પછી એક કડાઈમાં 2 ચમચી બટર ને ગરમ કરી લો
- 2
પછી તેમાં પહેલા ડુંગળી નાખીને અને બે-ત્રણ મિનિટ સાંતળો અને ત્યારબાદ તેમાં બે મરચાં, આદુ-લસણની પેસ્ટ,કાજુ અને તમાલપત્ર નાખીને બરાબર હલાવી લો.
- 3
ત્યારબાદ તેમાં દોઢ ગ્લાસ પાણી નાખીને બરાબર હલાવો અને તે ગ્રેવી 15 મિનિટ સુધી મીડીયમ આચ ઉપર થવા દો.
- 4
પછી તે ગ્રેવી ઠંડી થઈ જાય એટલે તેની એક મિક્ષચર બાઉલમાં લઈને તેને બરાબર પીસી લો.
- 5
કડાઈમાં ફરીથી 2 ચમચી બટર નાખો અને તેમાં લાલ મરચું, જીરા પાઉડર અને તમાલપત્ર નાખીને બરાબર મિક્સ કરો
- 6
પછી તેમાં ગ્રેવી ઉમેરીને તેને બરાબર મિક્સ કરો અને તેને ધીમી આંચ પર 5 મિનીટ સુધી પકવા દો અને તેમાં એક ચમચી મીઠું અને 1/2ચમચી ગરમ મસાલો એડ કરો.
- 7
પછી તેમાં બે ચમચી મલાઈ, ખાંડ અને કસૂરી મેથી નાખીને મિક્સ કરો.
- 8
પછી તેમાં પનીર ઉમેરો અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ધીમી આંચ પર બે મિનિટ સુધી થવા દો.
- 9
હવે આપણું પનીર બટર મસાલા તૈયાર છે.
- 10
સર્વપ્રથમ પિક્ચર માં બતાવ્યા પ્રમાણે ઘઉંના લોટમાં ખાંડ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, મીઠું નાખીને બરાબર તેને મિક્સ કરી દો. અને પછી તેમાં અડધો કપ દહીં નાખીને લોટને પાંચ મિનિટ સુધી મશરો.
- 11
પછી તેમાં અડધો કપ પાણી નાખીને તેને બરાબર મસળી લો અને પછી તેમાં બે ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને તેને એક કલાક સુધી ઢાંકી ને ગરમ જગ્યાએ મૂકી દો.
- 12
પછી તેના નાના નાના લૂઆ બનાવો.૧ લૂઆને ગોળ રોટલી વણી લો અને એક સાઈડ પર એકથી દોઢ ચમચી જેટલું પાણી લગાવી લો.
- 13
પછી તે રોટલી તવા પર મૂકી દો અને નીચેનું પડ બરાબર થઈ જાય એટલે તવા ને ઊલટો કરીને આગળ નું પડ પણ શેકી લો.
- 14
તવા તંદુરી રોટી તૈયાર છે તેની પર લગાવીને તેને સર્વ કરી શકાય
- 15
પનીર બટર મસાલા અને તંદૂર રોટી ને એક પ્લેટમાં સર્વ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
- તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
- મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
- વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
- તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)







































ટિપ્પણીઓ