પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી.
#GA4 #Week19

પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)

પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી.
#GA4 #Week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ડુંગળી
  3. નાના ટામેટા
  4. ૧/૨ ટી સ્પૂનઆદુ લસણ પેસ્ટ
  5. લીલા મરચાં
  6. પ ટીસ્પૂન બટર
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. ૧/૨જીરા પાઉડર
  9. ૨ ટી સ્પૂનમલાઈ
  10. 1 ટીસ્પૂનમીઠું
  11. ૧/૨ ટી સ્પૂનખાંડ
  12. ૧.૫ ગ્લાસ પાણી
  13. તમાલ પત્ર
  14. ૨.૫ કપ ઘઉં નો લોટ
  15. ૧ટી સ્પૂનખાંડ
  16. ૧ટી ચમચી મીઠું
  17. ૧/૨બેકિંગ સોડા
  18. ૧ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  19. ૧/૨ કપદહીં
  20. ૧/૨ કપપાણી
  21. ૩ ટી સ્પૂનતેલ
  22. થોડી કોથમીર
  23. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સર્વ પ્રથમ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી ભેગી કરી લો અને પછી એક કડાઈમાં 2 ચમચી બટર ને ગરમ કરી લો

  2. 2

    પછી તેમાં પહેલા ડુંગળી નાખીને અને બે-ત્રણ મિનિટ સાંતળો અને ત્યારબાદ તેમાં બે મરચાં, આદુ-લસણની પેસ્ટ,કાજુ અને તમાલપત્ર નાખીને બરાબર હલાવી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં દોઢ ગ્લાસ પાણી નાખીને બરાબર હલાવો અને તે ગ્રેવી 15 મિનિટ સુધી મીડીયમ આચ ઉપર થવા દો.

  4. 4

    પછી તે ગ્રેવી ઠંડી થઈ જાય એટલે તેની એક મિક્ષચર બાઉલમાં લઈને તેને બરાબર પીસી લો.

  5. 5

    કડાઈમાં ફરીથી 2 ચમચી બટર નાખો અને તેમાં લાલ મરચું, જીરા પાઉડર અને તમાલપત્ર નાખીને બરાબર મિક્સ કરો

  6. 6

    પછી તેમાં ગ્રેવી ઉમેરીને તેને બરાબર મિક્સ કરો અને તેને ધીમી આંચ પર 5 મિનીટ સુધી પકવા દો અને તેમાં એક ચમચી મીઠું અને 1/2ચમચી ગરમ મસાલો એડ કરો.

  7. 7

    પછી તેમાં બે ચમચી મલાઈ, ખાંડ અને કસૂરી મેથી નાખીને મિક્સ કરો.

  8. 8

    પછી તેમાં પનીર ઉમેરો અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ધીમી આંચ પર બે મિનિટ સુધી થવા દો.

  9. 9

    હવે આપણું પનીર બટર મસાલા તૈયાર છે.

  10. 10

    સર્વપ્રથમ પિક્ચર માં બતાવ્યા પ્રમાણે ઘઉંના લોટમાં ખાંડ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, મીઠું નાખીને બરાબર તેને મિક્સ કરી દો. અને પછી તેમાં અડધો કપ દહીં નાખીને લોટને પાંચ મિનિટ સુધી મશરો.

  11. 11

    પછી તેમાં અડધો કપ પાણી નાખીને તેને બરાબર મસળી લો અને પછી તેમાં બે ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને તેને એક કલાક સુધી ઢાંકી ને ગરમ જગ્યાએ મૂકી દો.

  12. 12

    પછી તેના નાના નાના લૂઆ બનાવો.૧ લૂઆને ગોળ રોટલી વણી લો અને એક સાઈડ પર એકથી દોઢ ચમચી જેટલું પાણી લગાવી લો.

  13. 13

    પછી તે રોટલી તવા પર મૂકી દો અને નીચેનું પડ બરાબર થઈ જાય એટલે તવા ને ઊલટો કરીને આગળ નું પડ પણ શેકી લો.

  14. 14

    તવા તંદુરી રોટી તૈયાર છે તેની પર લગાવીને તેને સર્વ કરી શકાય

  15. 15

    પનીર બટર મસાલા અને તંદૂર રોટી ને એક પ્લેટમાં સર્વ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

ટિપ્પણીઓ

Similar Recipes