રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)

mrunali thaker vayeda @pranali
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ને આખી રાત અથવા ૬ થી ૮ કલાક પાણી મા પલાળીને ૫ થી ૬ સીટી વગાડી ને પે્શર કૂક કરી બાફી લેવા.અને ચોખાને ૨૦ મીનીટ પલાળીને છૂટા પાણીમાં બાફીને ઠંડા કરવા.
- 2
બધા શાકભાજી ને લાંબા જીણા ખમણી ને સમારી લો.
- 3
વઘાર માટે તેલ ગરમ મૂકીને તેમાં જીરૂ હીંગ લસણ સાંતળી લઇ તેમાં મરચા ઉમેરવા તેમજ તેમાં તજ લવિંગ ઇલાયચી બાદીયાન એડ કરવા.
- 4
પછી તેમાં ડુંગળી ઉમેરી ને સાંતળો. ડુંગળી સાંતળ્યા બાદ તેમાં બધા શાકભાજી એડ કરો.
- 5
શાકભાજી એડ કયાઁ બાદ એક પછી એક મસાલાઓ ઉમેરો.
- 6
મસાલો ઉમેર્યા પછી તેમાં બાફેલા રાજમાં એડ કરીને મીક્ષ કરો.
- 7
ત્યાર બાદ તેમાં રાંધેલા ભાત અને ચપટી ગરમ મસાલો ઉમેરો.ચોખાના કણ તૂટી ન જાય તે રીતે મીક્ષ કરી ૫ મીનીટ ધીમી આંચ ઉપર રાખો.બસ રાજમાં પુલાવ રેડી છે.
- 8
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476228





















ટિપ્પણીઓ (2)