દાલ પાલક મેથી (Dal Palak Methi Recipe in Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4 #week19
બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે.રોજ એક જ પ્રકારની દાલ ખાઈ ને કંટાળી ગયા હોય તો આ બનાવજો.

દાલ પાલક મેથી (Dal Palak Methi Recipe in Gujarati)

#GA4 #week19
બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે.રોજ એક જ પ્રકારની દાલ ખાઈ ને કંટાળી ગયા હોય તો આ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપતુવેર ની દાલ
  2. 250 ગ્રામપાલક
  3. 100 ગ્રામમેથી
  4. લસણ 5 થી 6 કળી
  5. 1/2 ઇંચઆદુ
  6. 2 નંગટામેટા
  7. 1 નંગડુંગળી
  8. 2 નંગલીલા મરચા
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીહળદર
  11. મીઠુ સ્વાદ અનુસાર
  12. 2 ચમચીઘી
  13. 1 ચમચીજીરુ
  14. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલક અને મેથી ને ધોઈને ઝીણી સમારી લો.તુવેર દાલ ને પાણી નાખી બાફી લો.

  2. 2

    ડુંગળી ને બારીક સમારી લો.ટામેટા,લસણ,આદુ અને લીલા મરચા ની પેસ્ટ બનાવો.

  3. 3

    પેનમાં ઘી ગરમ કરો,જીરુ નાખી,ડુંગળી નાખી,સાંતળો. લાઈટ બ્રાઉન થાય,ત્યારે ટામેટા ની પેસ્ટ નાખો.

  4. 4

    ઘી છુટુ પડે ત્યાં સુધી સાતળો, પછી મીઠું, મરચું,હળદર નાખી,મિક્સ કરી પાલક મેથી નાખી,ઢાંકી ને 5 મિનિટ પકાવો.

  5. 5

    બાફેલી દાલ મિક્સ કરી 5 થી 7 મિનિટ ઢાંકીને, ધીમા તાપે ઉકાળો,ગરમ મસાલો નાખો.

  6. 6

    ગરમ ગરમ રાઈસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes