ક્રીમી ટોમેટો સુપ (Cream Tomato Soup Recipe in Gujarati)

ક્રીમી ટોમેટો સુપ (Cream Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર મા ૨ ચમચી ઘી ગરમ થાય એટલે તેમાં ટામેટા, લાલ મરચું, લીલા મરચા ડુંગળી, જીરુ, આદું, લસણ, ઇલાયચી ના દાણા, મરી અને ૧ કપ પાણી નાખી મિક્ષ કરી ૧ મિનિટ સુધી થવા દેવુ, પછી ઢાંકણ બંદ કરી ૩ વિસલ વગાડી લેવુ. ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે તેમાં દાંડી સાથે કોથમીર નાખી મિક્ષ કરી ને હેન્ડબલેનડર ફેરવી બરાબર ક્રશ કરી લેવુ.
- 2
હવે તેમા એક કપ પાણી નાખી ને ગાળી લેવું. ત્યારબાદ એક પેન મા ૨ ચમચી ઘી મુકી ઘી ગરમ થાય એટલે તેમાં ગાળેલુ સુપ નાખી બરાબર ઊકળવા આવે એટલે તેમાં ખાંડ, મીઠું મલાઈ અને ટોમેટો કેચપ એડ કરી મિક્ષ કરી લેવુ. હવે તેમા પાણી મા ઓગળેલો કોનઁફલાર સુપ મા હલાવતા જઈ નાખી દેવુ. કોનઁફલાર નાખી સતત હલાવતા રહેવું સુપ થોડો થીક થાય એટલે ગેસ બંધ કરી તેને એક બાઉલમાં સુપ કાઢી ઉપર થી થી થોડી મલાઈ અને ઘી મા શેકેલ બ્રેડ ના ટુકડા નાખી સવઁ કરવુ.
- 3
આ સુપ મેં બટર ની જગ્યાએ ઘી અને ક્રીમ ની જગ્યાએ તાજી મલાઈ નો ઉપયોગ કરીને બનાવ્યો છે, અને ટેસ્ટી પણ ખૂબ જ થયો છે તમે પણ આ રીતે બનાવજો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (3)