દૂધી ચણાની દાળનું શાક (Dudhi dal nu shak recipe in Gujarati)
#GA4#Week21
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને બે વખત ધોઈને બે કલાક પલાળી રાખવી. દૂધીની છાલ ઉતારી બારીક સમારી લેવી.
- 2
સમારેલી દૂધી અને પલાળેલી ચણાની દાળ બંને કૂકરમાં બાફી લેવા. એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરૂનો વઘાર કરો અને તેમાં સમારેલા ટામેટા ઉમેરી દેવા.
- 3
૨ થી ૩ મિનિટ પછી તેમાં લાલ મરચુ અને હળદર ઉમેરી તે વઘાર શાક માં ઉમેરી દેવો. તેમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી દેવો. એક ગ્લાસ પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દેવું. તૈયાર છે દૂધી ચણાની દાળનું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542193













ટિપ્પણીઓ