વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, મીઠું તેલ અને પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો. હવે તેમાંથી બે નાના લુઆ કરી નાની રોટલી વણવી.
- 2
ત્યારબાદ એક રોટલી પર તેલ લગાવો. અને પછી તેના પર કોરો લોટ છાંટી બીજી રોટલી મૂકી બન્ને બરાબર સ્ટીક કરી વણી લેવુ.
- 3
ત્યારબાદ ગરમ તવા પર બન્ને બાજુ લાઇટ ડિઝાઇન પડે ત્યાં સુધી ચોડવી લેવુ. આ રીતે બધી રોટલીઓ તૈયાર કરવી.
- 4
સ્ટફિંગ બનાવવા માટે બધા વેજિટેબલ્સ ને લાંબા અને પતલા કટ કરવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં લીલું મરચું અને આદુ નાખી એક મિનીટ સાંતળો હવે તેમા સમારેલા કેપ્સિકમ અને કોબીજ એડ કરો.
- 5
હવે તેમાં ગાજર એડ કરો બધુ થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા નુડલ્સ સોયા સોસ ચીલી, સોસ, મીઠું ટોમેટો કેચપ અને વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો.
- 6
હવે એક વાટકામાં બે ચમચી ઘઉંનો લોટ લેવો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરવી. હવે તૈયાર કરેલી રોટલી પર વચ્ચે સ્ટફિંગ મૂકો. બધી બાજુ ઘઉંના લોટની સ્લરી લગાડી સાઈડ પેક કરવી. આ રીતે બધા રોલ તૈયાર કરવા.
- 7
હવે ગરમ તેલમાં મીડીયમ તાપ પર બધા રોલ્સ તળી લેવા.
- 8
તૈયાર થયેલા સ્પ્રિંગ રોલ ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (3)