ટોમેટો ઑમલેટ (Tomato Omlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઇડલીના ખીરામાં ચમચી લાલ મરચું, મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મીક્ષ કરો. ત્યારબાદ એક મિક્ષીંગ બાઉલમાં ડુંગળી, ટામૅટા, લીલા મરચા, લાલ મરચું પાઉડર અને મરી પાઉડર લો.
- 2
બરાબર મીક્ષ કરી, તેમાં મીઠું ઉમેરી ફરીથી મીક્ષ કરો. ત્યારબાદ ગરમ તવા પર ૧ મોટી ચમચી ખીરું રેડી ગોળાકારમાં પાથરી દો. પછી તેના પર ટોમૅટો મિક્ષણ બરાબર પાથરી કોથમીર ભભરાવી દો. ૧/૨ ચમચી તેલ બધી બાજુ લગાવી દો.
- 3
પછી તેને ઢાંકીને ૧ થી ૨ મિનિટ ચડવા દો. ત્યારબાદ તેને તવેથાથી ફેરવી બીજી બાજુ પણ ચડવા દો. ચડી જાય એટલે એક પ્લેટ ઢાંકી દો.
- 4
તેમાંથી કાઢી લો. એ રીતે બધી જ ઑમલેટ તૈયાર કરી ગરમા ગરમ સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14557092
















ટિપ્પણીઓ