ટોમેટો ઑમલેટ (Tomato Omlet Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

ટોમેટો ઑમલેટ (Tomato Omlet Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ લોકો
  1. ખીરા માટે:
  2. ચમચા ઇડલી ખીરું (૨ વાટકી ચોખા અને ૧ વાટકી અળદની દાળ ૬ થી ૭ કલાક પલાળી, પીસીને ૬ થી ૭ કલાક ઢાંકીને આથો આવેલું)
  3. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૪ ચમચીખાંડ
  6. ૩ ચમચીતેલ
  7. ટોપિંગ માટે (ટામૅટા મિક્ષણ) :
  8. ૪-૫ નંગ ડુંગળી જીણી સમારેલી
  9. ૪-૫ નંગ ટોમૅટા જીણા સમારેલાં
  10. ૧ ચમચીલીલું મરચું સમારેલું
  11. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૪ ચમચીમરી પાઉડર
  13. ૧/૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઇડલીના ખીરામાં ચમચી લાલ મરચું, મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મીક્ષ કરો. ત્યારબાદ એક મિક્ષીંગ બાઉલમાં ડુંગળી, ટામૅટા, લીલા મરચા, લાલ મરચું પાઉડર અને મરી પાઉડર લો.

  2. 2

    બરાબર મીક્ષ કરી, તેમાં મીઠું ઉમેરી ફરીથી મીક્ષ કરો. ત્યારબાદ ગરમ તવા પર ૧ મોટી ચમચી ખીરું રેડી ગોળાકારમાં પાથરી દો. પછી તેના પર ટોમૅટો મિક્ષણ બરાબર પાથરી કોથમીર ભભરાવી દો. ૧/૨ ચમચી તેલ બધી બાજુ લગાવી દો.

  3. 3

    પછી તેને ઢાંકીને ૧ થી ૨ મિનિટ ચડવા દો. ત્યારબાદ તેને તવેથાથી ફેરવી બીજી બાજુ પણ ચડવા દો. ચડી જાય એટલે એક પ્લેટ ઢાંકી દો.

  4. 4

    તેમાંથી કાઢી લો. એ રીતે બધી જ ઑમલેટ તૈયાર કરી ગરમા ગરમ સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

Similar Recipes