બાજરીનું ખીચું (Bajri Khichu Recipe in Gujarati)
#GA4#Week24
રાંધવાની સૂચનાઓ
- 1
આ બાજરીનું ખીચું ફટાફટ બંને અને ઘટકો ઘરમાં હાજર જ.
આ સ્નેક માં ગમે ત્યારે ખાય શકાય તેમ છે. આમાં લીલું લસણ કે સુકું અથવા બંને લઈ શકાય લસણ વૈકલ્પિક છે ન નાખો તો પણ ખુબજ સ્વાદિષ્ટ તો બનશે જ.
બનાવવા માટે ઉપર મુજબના બધા જ ઘટકો એકઠા કરો. - 2
એક નોનસ્ટિક કડાઈમાં માં પાણી મુકો.
- 3
ગરમ પાણીમાં જીરું, તેલ, મીઠું, લસણ, મરચાં, આદુ વગેરે નાખી ૨ મિનિટ પછી છેલ્લે બેંકીંગ સોડા નાખો
- 4
સોડા પછી તૂરત લોટ ઉમેરતા જાવ અને ઝડપથી હલાવો ત્યારબાદ ૨ મિનિટ
મિડીયમ આંચ હલાવતાંં રહેવું. - 5
બે થી ત્રણ મિનિટ માં આપણું ખીચું તૈયાર.
- 6
આ તૈયાર ખીચા ને કોથમીર અને લીલી ડુંગળી માંથી તૈયાર કરેલા ફુલથી સજાવી
તેલ અને મેથીના મસાલા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14605792











ટિપ્પણીઓ