મેગી નૂડલ્સ સૂપ (Maggi Noodles soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી નૂડલ્સ તો બધા ને ખૂબ જ પસંદ હોય છે પરંતુ જો તેમાં પસંદ મુજબ નાં વેજીટેબલ ઉમેરી સૂપ બનાવવામાં આવે તો તેની મજા બમણી થશે..તો સૌ પ્રથમ આં સૂપ બનાવવા માટેની બધી જ સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે એક પેન મા ૨ ચમચી તેલ મૂકો અને ત્યાર બાદ તેમાં છીણેલો આદુ સાંતળો...આદુ આપણા સૂપ ને ખૂબ સારો સ્વાદ આપશે. ત્યાર બાદ તેમાં કાંદા ઉમેરી 2-3 મિનિટ સાંતળો અને એક પછી એક વેજીટેબલ ઉમેરતા જાઓ.
- 3
ત્યાર બાદ તેમાં 1/2 ચમચી મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરોબર રીતે મિક્સ કરો અને 2 થી 3 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો.
- 4
હવે તેમાં 3 બાઉલ પાણી ઉમેરો અને એક પછી એક બધા સોસ અને વિનેગર ઉમેરો જેથી સૂપ વધુ સ્વાદિષ્ટ બને અને તેને 3 થી 4 ઉકાળા આવે ત્યાં સુધી રહેવા દો.
- 5
હવે તેમાં 1 મેગી પેકેટ અને મેગી મસાલો ઉમેરો અને મેગી સરખી રીતે બોઇલ થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દો...અને સૌથી છેલ્લે ઉપર થી સ્પ્રિંગ ઓનિયન વડે ગાર્નિશ કરી સર્વ કરો.
- 6
તૈયાર છે એક સાથે 2 સ્વાદ...મેગી નૂડલ્સ સાથે વેજિટેબલ સૂપ....
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)