બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)

બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને એકદમ બરાબર ધોઈ લેવા જેથી કરીને બરાબર સાફ થઈ જાય કારણ કે એની છાલ ઉતારવાની નથી. હવે એક બટાકાને ઉભા 8 કટકામાં કાપી લેવું. આ રીતે બધા બટાકા તૈયાર કરી લેવા.
- 2
એક મોટા વાસણમાં બીજી બધી વસ્તુઓ ભેગી કરીને સરસ રીતે હલાવી લેવું. હવે તેમાં બટાકા ઉમેરીને સરખી રીતે મિક્સ કરવું જેથી કરીને દરેક બટાકાના ટુકડા પર મસાલો બરાબર લાગી જાય.
- 3
બટાકાના ટુકડા ને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર ગોઠવીને 200 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં 20 મિનિટ માટે બેક કરવા. ત્યાર બાદ તૈયાર થયા છે કે નહીં એ તપાસી લેવું. જો થોડું કડક લાગે તો બીજી પાંચ મિનિટ માટે બેક કરવું, વધારે સોફ્ટ ના થવા જોઇએ.
- 4
પોટેટો વેજીસ ને કોઈપણ પ્રકારના ડીપ અથવા તો ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય. મેં અહીંયા પેરી પેરી મેયોનીઝ અને ગ્વાકામોલે સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)