ચીઝી ટોસ્ટ (Cheesy Toast Recipe In Gujarati)

Neeta Parmar @cook_26323807
ચીઝી ટોસ્ટ (Cheesy Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બાફેલા બટાકા લઈ બધોજ મસાલો નાખો.(આમાં તમને ભાવે તો લીલાં વટાણા, ગાજર બારીક સમારી પાર બોઇલ કરી નાખી શકો છો.)બટર પણ થોડું વધારે નાખશો તો સરસ લાગશે.બધું મિક્સ કરો.
- 2
બ્રેડ ની સ્લાઈસ ઉપર આ પૂરણ લગાડી(૨ ટેબલ સ્પૂન) દો.
- 3
બારીક સમારેલા ટામેટા ના પીસ ગોઠવો.
- 4
તેના ઉપર ચીઝ ખમની લો.
- 5
નોન સ્ટીક પેન માં બટર લગાવી બ્રેડ મૂકો.
- 6
ઢાંકણ ઢાંકી ૫ થી ૮ મિનિટ midium આંચ પર કડક થવા દો/ ચીઝ મેલ્ટ થઈ ત્યાં સુધી સેકાવા દો.
- 7
ગરમ ગરમ ટોસ્ટ ઉપર જરૂર મુજબ મરી/ ઓરેગાનો/ મિક્સ herb/peri peri મસાલો ભભરાવો.મે ફક્ત મરી પાઉડર ભભરાવો છે.
- 8
ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14619270












ટિપ્પણીઓ (3)