કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક ફ્રાઈંગ પેનમાં જીરુ, આખા ધાણા, મરચાં અને મરીને પાંચ મિનિટ માટે roast કરી લો. પછી તે ઠંડું થઈ જાય એટલે મિક્સર બાઉલમાં લઈને crush કરીને તેનો પાઉડર બનાવી લો.
- 2
પછી કડાઈમાં બે ચમચી તેલ લઈને તેમાં આદુ, લસણ ના કટકા કરીને તેને પાંચ મિનિટ માટે હલાવી લો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દો અને ડુંગળી જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને બરાબર હલાવી લો.
- 3
પછી તે ડુંગળી ની અંદર ઝીણા સમારેલા ટામેટા અને કાજુ ઉમેરી દો. જ્યાં સુધી ટામેટા એકદમ સોફ્ટ ન બની જાય ત્યાં સુધી તેને ધીમા ગેસ ની flam પર થવા દો અને પછી આ gravyજ્યારે આ ઠંડુ થઈ જાય એટલે મિક્સર બાઉલમાં લઈને તેની પેસ્ટ બનાવી લો.
- 4
બીજી બાજુ થોડા કેપ્સીકમ અને ડુંગળીના ચોરસ કટકા કરી લો. હવે એક કડાઈમાં એક 1 ટેબલ સ્પૂન બટર નાખો અને બટર ગરમ થઇ ગયા પછી તેમાં તમાલપત્ર, લીલુ મરચું અને એક ટેબલ સ્પૂન કસૂરી મેથી નાંખીને બરાબર ગરમ થવા દો.
- 5
પછી તેમાં કેપ્સિકમ અને ડુંગળી ના કટકા નાખીને તેને બરાબર હલાવી લો અને પછી તેમાં હળદર અને મરચું નાખીને તેને બરાબર ગરમ થવા દો અને બરાબર પાંચ મિનિટ ગરમ થઇ ગયા પછી તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી દો.
- 6
પછીથી ગ્રેવી ની અંદર આપણે જે તૈયાર કરેલો મસાલો ઉમેરી દો અને તેમાં મીઠું પણ ઉમેરી દો. પછી તેવી ની અંદર મસાલો બરાબર મિક્સ થઈ જાય અને જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને બરાબર હલાવો. પછી તે ગ્રેવી ની અંદર 1/2 કપ જેટલું પાણી ઉમેરી દો.
- 7
પાણી ઉમેર્યા પછી તેમાં પનીરના ચોરસ ટુકડા ઉમેરી દો અને તેને બરાબર હલાવીને પાંચ મિનિટ સુધી તેને ગેસની ધીમી આંચ પર થવા દો.
- 8
ગેસની ધીમી આંચ પર રાખીને તેની અંદર મલાઈ ઉમેરી દો તેને એક મિનિટ સુધી થવા દો પછી તેમાં ગરમ મસાલો અને થોડા કોથમીર ઉમેરીને તેને બરાબર મિક્ષ કરી લો.
- 9
હવે કડાઈ પનીર તૈયાર છે. તેને બટર રોટી, ફુલકા રોટી કે બટર નાન સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ