રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)

રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક થાળીમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.ચપટી ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો અને તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી બરાબર મિક્સ કરો અને લોટ બાંધી લો.હવે લાંબા રોલ વાળી દો.
- 2
એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો.બરાબર ઉકળવા લાગે એટલે તેમાં વાળેલા રોલ નાખી રસ મિનિટ સુધી ચડવા દો.ચડી જાય પછી તેને થાળીમાં કાઢી લો અને નાના ટુકડા કરી લો.
- 3
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરો તેમાં અજમો અને આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો તેમાં કાપેલા ગટ્ટા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.હવે તેમાં દહીં અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો.ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળો.
- 4
ખોબા રોટી માટે એક કઠરોટ માં ઘઉં નો લોટ અને કકરો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી કઠણ લોટ બાંધવો.દસ મિનિટ સુધી રહેવા દો.મિડિયમ જાડી રોટલી વણી લો.
- 5
હવે તવી ગરમ કરો તેમાં વણેલી રોટી નાખી લો.હવે હાથ ની મદદથી રોટી માં ચપટી કરી ડિઝાઇન કરી લો.ગરમ લાગે તો ચિપિયા થી કરી શકો છો.એક બાજુ શેકી પલટાવી દો.
- 6
બંને બાજુ શેકી લો.ધીમા તાપે શેકી લો.ઉપર સરસ થી ઘી લગાડી દો.એજ રીતે બધી તૈયાર કરી લો.
- 7
તૈયાર છે રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી.ગોળ અને ડુંગળી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (11)