માવા આદુના પેંડા (Mawa Ginger Penda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવાને ખમણી લેવું માવો જેટલો હોય તેના માપ પ્રમાણે જ એટલી ખાંડ લેવી.
- 2
તપેલી મા ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીને બે તારની આકરી ચાસણી કરવી ચાસણી મા આદુ ખમણેલું ઉમેરવું અને ચાસણી થશે એટલે આદુ પણ ચડી ને એકદમ મિક્સ થઈ જશે
- 3
કડાઈ ગરમ કરવા મૂકો તેમાં માવો ઉમેરીને હલાવતા રહેવું એટલે માવામાંથી ઘી છુટું પડશે અને માવો શેકાવા લાગશે થઈ જાય એટલે તેમાં માવા નો કલર બદલાઈ જશે પછી ગેસ ધીમો કરી દેવું
- 4
માવામાં ચાસણી ઉમેરી હલાવતા રહેવું પછી એક ધારુ પાંચ મિનિટ સુધી હલાવતા રહવું તળિયામાં ચોંટે નહીં છૂટું પડે એટલે એમ સમજવું કે રેડી થઈ ગયું. પછી નોર્મલ થાય એટલે તેના પેંડા વાળી લેવા.
- 5
તો રેડી છે હેલ્ધી માવા આદુ પેંડા જે શિયાળામાં વધારે ગુણકારી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689932

















ટિપ્પણીઓ (8)