દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Rinkal Tanna @cook_24062657
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ અને મગની દાળ ને બરાબર ધોઈ ને પાણી મા અલગ અલગ ૫ કલાક માટે પલાળી દો. ત્યારબાદ પાણી નિતારી મિક્ષ્ચર માં આદુ નો ટુકડો અને લીલું મરચું નાખી પીસી લો.
- 2
તેને બરાબર ફીણી લો અને મધ્યમ તાપે હાથ ભીનો કરી તેમાં વડા નાખી બંને બાજુ થી બરાબર તળી લો.
- 3
આ વડા ને બહાર કાઢી એક બે મિનિટ પછી પાણી માં નાખી થોડીવાર રહેવા દો. પછી તેને હાથ વડે દબાવી થાળી માં ગોઠવો.
- 4
દહીં માં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 5
એક પ્લેટમાં પહેલાં દહીં ઉમેરી ઉપર વડા ગોઠવો. ફરીથી દહીં ઉમેરી ઉપર શેકેલું જીરું, ધાણાજીરૂ, મરચું છાંટી કોથમીર વડે ગાર્નિશ કરી ફ્રીઝ માં ઠંડા થવા મુકો.
- 6
ઠંડા દહીંવડા ની મઝા લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692044













ટિપ્પણીઓ (2)