દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ અને મગની દાળને ચોખ્ખા પાણી થી ધોઈ ને અલગ અલગ વાસણમાં 4 થી 5 કલાક સુધી પલાળી લો.
- 2
હવે વધારાનું પાણી કાઢી ને અલગ અલગ દાળને મિક્ષરમાં ક્રશ કરી લો. અને એકદમ સ્મુથ પેસ્ટ બનાવી લો.
- 3
હવે બંને ક્રશ કરેલી પેસ્ટ ને એક મોટા વાસણમાં મિક્સ કરી લો. અને એકજ ડાયરેકશનમાં 10 મિનિટ સુધી હલાવી લો જેથી ખીરું માં એર ભરાય જેથી એકદમ સોફ્ટ વડા બને.
- 4
અને હવે આપણે ખીરું બરાબર બન્યું છે કે નહીં તે ચેક કરીશું એના માટે એક વાટકી માં પાણી ભરી લો અને એમાં 1 ચમચી ખીરું ઉમેરો જો ખીરું તરત જ ઉપર આવે તો સમજવું કે ખીરું બરાબર બની ગ્યું છે.અને એમાં આદું મરચાં ની પેસ્ટ, જીરુ અને મીઠું ઉમરેવું અને બરાબર મિક્ષ કરી લો.
- 5
હવે એક મોટા વાસણમાં 3 ગ્લાસ પાણી લો. અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ ઉમેરી લો
- 6
હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં વડા ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો અને તરત જ આપણે જે પાણી તૈયાર કર્યું છે એમાં વડા ઉમેરી લો. એ રીતે બધા જ વડા તળી લો અને પાણી માં મૂકો.
- 7
હવે જે પાણીમાં થી વડા ને હાથેળી
માં દબાવી વધારાનું પાણી નીકાળી સર્વ કરો અને ઉપર થી દહીં માં થોડી દળેલી ખાંડ અને મીઠું ઉમેરી એ વડા ઉપર ઉમેરો. - 8
ગ્રીન ચટણી અને ખજૂર આંબલી ની ચટણી ઉમેરો. દાડમ, શેકેલ જીરુ નો પાઉડર અને કોથમીર ઉમેરી ને ખૂબ જ ટેસ્ટી દહીં વડા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (2)