વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)

#MA
આ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને માવો કરો.બધા શાકભાજી ધોઈ ગાજર પનીર, ખમણી લો.ડુંગળી, શિમલા મરચા અને કોબી ચોપર માં ઝીણું કરી લો.
- 2
ઘઉં નો લોટ બાંધી લો.ઢાકી ને દસ મિનિટ સુધી રહેવા દો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી ઉમેરીને બે મિનિટ સુધી સાંતળો.હવે તેમાં કેપ્સિકમ અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો.
- 4
હવે તેમાં ગાજર અને કોબી ઉમેરો.બરાબર મિક્સ કરી લો.બધા સૂકાં મસાલા ઉમેરો.
- 5
હવે બાફેલા બટાકા નાખી લો.લીલા ધાણા અને આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરો.હવે પનીર નાખી બરાબર મિક્સ કરો.
- 6
સ્ટફિંગ તૈયાર છે.હવે થોડું ઠંડું કરી લો.
- 7
હવે લોટ માંથી લુવા કરી તેમાંથી રોટલી વણી લો.વચ્ચે સ્ટફિંગ ભરી લો.હવે પરાઠા બનાવી લો.
- 8
તવી ગરમ કરો તેમાં પરાઠા તેલ મૂકી શેકી લો.એજ રીતે બધા બનાવી લો.
- 9
ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)