રાજસ્થાની પ્યાજ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)

રાજસ્થાની પ્યાજ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ લો. ત્યારબાદ તેમાં મીઠું, અજમો અને ઘી નું મોણ આપી મિક્સ કરી લો.
- 2
હવે ઠંડા પાણીથી લોટ બાંધી લો. ત્યારબાદ તેને ઢાંકીને થોડીવાર મૂકી દો.
- 3
હવે કચોરી નું સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં અધકચરા વાટેલા ધાણા અને વરિયાળી ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળીને આછી ગુલાબી થાય ત્યાં સુધી ચઢવા દો.
- 4
હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણા-જીરુ પાઉડર, ચાટ મસાલો,આમચૂર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરો.
- 5
હવે બટેકા ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી થોડીવાર માટે થવા દો. હવે તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 6
મિશ્રણને ઠંડુ થવા દહીં તેના એકસરખા બોલ્સ વાળી લો.
- 7
હવે બાંધેલો લોટ લઇ તેને સારી રીતે કેળવી લો. હવે તેના એકસરખા લુઆ વાળી લો. ત્યારબાદ એક લૂઓ લઈ તેમાં મસાલાનો એક બોલ મૂકી તેને ફરતે થી બંધ કરી દબાવીને કચોરી નો આકાર આપો.
- 8
હવે એક કડાઈમાં તેલ મૂકી બધી કચોરી વાળી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
હવે કચોરીને મરચા, ડુંગળી અને મનપસંદ ચટણી સાથે સર્વ કરો. હવે રાજસ્થાની પ્યાજ કચોરી સર્વ કરવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (6)