બુંદી રાઈતા (Boondi Raita recipe in Gujarati)

ગુજરાતી જમણમાં રાઈતા સાઈડ ડીશ તરીકે વપરાય છે, વડી ઉનાળામાં શાકભાજી મળતા ન હોય પરાઠા તેમજ બિરયાની સાથે સર્વ કરી શકાય છે. આ રાઈતા ઉનાળામાં ઠંડક આપે છે.
બુંદી રાઈતા (Boondi Raita recipe in Gujarati)
ગુજરાતી જમણમાં રાઈતા સાઈડ ડીશ તરીકે વપરાય છે, વડી ઉનાળામાં શાકભાજી મળતા ન હોય પરાઠા તેમજ બિરયાની સાથે સર્વ કરી શકાય છે. આ રાઈતા ઉનાળામાં ઠંડક આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બુંદી લઈ, તેમાં નવશેકું પાણી ઉમેરી, 4-5 મિનિટ રહેવા દો.ત્યારબાદ તેને નિતારી લઈ, સાઈડ પર રાખો.
- 2
હવે એક બાઉલમાં દહીં લઈ, જેરણી વડે તેને એક્સરખું ફેટી લો.જરૂર લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરો.
- 3
હવે તેમાં જીરું પાઉડર, મરચું પાઉડર અને મીઠું ઉમેરો.ત્યારબાદ તેમાં નીતરેલ બુંદી ઉમેરી, હલાવી લો.
- 4
તૈયાર થયેલા રાઈતાને સર્વિંગ બાઉલમાં કાઢી, ઉપરથી એક ચમચી ક્રિસ્પી બુંદી ઉમેરી, લાલ મરચું પાઉડર છાંટી, કોથમીરના પાન મૂકી સર્વ કરો.તો તૈયાર છે, બુંદી રાઇતું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)