કોલસ્લૉ સેન્ડવિચ (Coleslaw Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને લાંબી પાતળી કાપી લેવી. પોતાની મનપસંદ કોઈ પણ કોબીજ લઇ શકાય. પછી મકાઈ દાણા ને બાફી લેવા. બીજા શાક ને પણ મનપસંદ રીતે કાપી લેવા.ચોપર માં પણ કરી શકાય અથવા છીણી કે લાંબી પાતળી પણ કટ કરી ને લઇ શકાય. પછી બધા શાક ને મિક્સ કરવા અને તેમાં ઓરેગાનો, ચીલી ફેલ્ક્સ, મીઠું ઉમેરવા. પછી તેમાં સેન્ડવિચ સ્પ્રેડ ઉમેરવું. અહીં સેન્ડવિચ સ્પ્રેડ ફન ફૂડ નું લીધું છે અને તેમાં પણ કોઈ પણ લઇ શકાય.
- 2
હવે માયોનોઝ ઉમેરવું. પછી તેમાં મરી પાઉડર, તજ પાઉડર, સહેજ લવિંગ પાઉડર ઉમેરવું. બધું મિક્સ કરી લેવું.
- 3
હવે બ્રેડ માં બટર લગાવી તેમાં ઉપર બનાવેલ કોલ્સલો સ્ટફિન્ગ સ્પ્રેડ કરવું. પછી તેની ઉપર બીજી બ્રેડ મૂકી એમનેમ અથવા ગ્રીલ કરી ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરવી.
- 4
સેન્ડવિચ માં થોડો સ્પાઈસી ટેસ્ટ કરવો હોય તો અંદર પણ ગ્રીન ચટણી લગાવી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14819486













ટિપ્પણીઓ (2)