ગુજરાતી ખાટી મીઠી કઢી

#કઢી
ગુજરાતી ખાટી મીઠી કઢી, ગુજરાતી થાળી માં બીજી બધી વાનગીઓ સાથે દાળ અથવા કઢી તો હોયજ. પણ કઢી ખાસ કરીને પુલાવ, ખીચડી કે મસાલા ભાત સાથે વધારે સારી લાગે છે. કઢી નો ખાટો મીઠો સ્વાદ જમવાની લિજ્જત માં વધારો કરે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
છાસ માં બેસન નાખી મિક્સ કરો. એક વાસણ માં રેડો. તેમાં પાણી નાખો.
- 2
હવે તેમાં મીઠું, સાકર, મરચા ના ટુકડાં અને આદુ ના ટુકડાં નાખી ગેસ પર ફાસ્ટ ફ્લેમ પર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. કડછી થી સતત હલાવતા રહેવું જેથી તળીયે ચીટકી ના જાય. હવે ફલેમ ધીમી કરી ૫ મિનીટ સુધી હલાવતાં રહેવું.
- 3
હવે વગાર માટે વગારિયા માં ઘી ગરમ કરો તેમાં જીરૂ, લવિંગ, તજ, લીંબડો અને હિંગ નાખી વગાર કરો. આ વગાર ને કઢી ઉપર રેડી દો.
- 4
વગાર કર્યા બાદ બે મિનીટ સુધી કઢી ઉકળવા દો. બસ કઢી તૈયાર. તાજી સમારેલી કોથમીર નાખો.
- 5
ગરમા ગરમ કઢી - ભાત, પુલાવ, ખીચડી કે મસાલા ભાત સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ