કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)

Shraddha Patel @cookwithshraddha
#AM2
કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે.
કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)
#AM2
કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 3-4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ પાણી અને મીઠું ઉમેરી ને બાફી લો.
- 2
હવે ભાત ચઢી જાય પછી થોડી વાર ઠંડા થવા દો.
- 3
ત્યારબાદ ભાત માં દહીં ઉમેરી ને મિક્સ કરી લો.
- 4
હવે તેમાં સમારેલી કોથમીર અને દાડમ ના દાણા ઉમેરી ને મિક્સ કરી લો.
- 5
હવે વઘરીયા માં તેલ લઈ ગરમ કરો. તેલ આવે એટલે રાઈ તતાડવો. ત્યારબાદ હિંગ અને અડદ ની દાળ ઉમેરી ને 1/2મિનિટ સાંતળો. ત્યારબાદ મીઠા લીમડા ના પાન અને સમારેલ લીલા મરચા ઉમેરી લો.
- 6
હવે વઘાર ભાત માં ઉમેરી લો. બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સરસ મજાના કર્ડ રાઈસ.
Keywords
Similar Recipes
More Recipes
- લોટિયા ભાત (Lotiya Bhat Recipe In Gujarati)
- કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
- સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
- બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)
- આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865190









ટિપ્પણીઓ (17)