બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia

બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  2. 100 ગ્રામ અમુલ બટર
  3. ૧ નાની ચમચીબેકિંગ પાઉડર
  4. 1 નાનો કપચોકલેટ પાઉડર
  5. દળેલી ખાંડ
  6. 50 ગ્રામડ્રાયફ્રુટ
  7. ૩ ચમચીમેંદો
  8. વેનીલા આઇસક્રીમ ત્રણ નાના કપ
  9. ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    બ્રાઉની બનાવવા માટે સૌ પ્રથમ એક કાચના બાઉલમાં ડાર્ક ચોકલેટ અને અમૂલ બટર મેલ્ટ કરો
    ઓવન અથવા ગેસ ની મદદથી

    ત્યારબાદ તેમાં મેંદો બેકિંગ પાઉડર ચોકલેટ પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિશ્રણને હલાવો

  2. 2

    મિશ્રણમાં ગઠ્ઠા ન રહે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને દળેલી ખાંડ જરૂર મુજબ નાખવી
    સ્વીટ નેસ વધારે જોઈતી હોય તો વધુ નાખવી અથવા ઓછી નાખવી

  3. 3

    ત્યારબાદ એક મોલ્ડમાં બટર પેપર લગાવી આ મિશ્રણને મોલ્ડ માં નાખો

    અને ૧૮૦ ડિગ્રી પ્રિહિટ ઓવનમાં 15 મિનિટ માટે બેક થવા દો

  4. 4

    હવે બ્રાઉની ની પ્લેટ માં
    બ્રાઉની ના કટકા કરી, ગોઠવી તેની ઉપર વેનીલા આઇસક્રીમ રાખો

    અને તેને ગેસ ઉપર ચડાવીને ચોકલેટ સોસ ઉપર રેડો તો તૈયાર છે હોટ સિઝલિંગ ચોકલેટ બ્રાઉની વીથ આઈસક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia
પર

ટિપ્પણીઓ

Similar Recipes