દૂધી અને ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

#KS6
દૂધીનું શાક તો ચણા દાળ સાથે ખૂબ સરસ લાગે છે. વધારે ગુજરાતીઓ નાં ઘર માં આ શાક બને છે. અહીં મેં લીલાં મસાલા માં શાક બનાવ્યું છે. ખૂબ સરસ અને લઝઝીઝ બન્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ચણાદાળ ને ધોઈ ને 1/2 કલાક પલાળી રાખવી. ગેસ પર કુકર માં 4-5 ચમચી તેલ ગરમ કરવાં મૂકવું. ગરમ થાય એટલે તેમાં વઘાર ની બધીજ સામગ્રી નાંખી ચટકવા દેવું. પછી સમારેલી દૂધી અને ડુંગળી નાંખી સાંતળવું. લીલાં મરચાં, આદું, લસણ, કોથમીર ની પેસ્ટ નાંખી સાંતળવું. હવે સમારેલું ટામેટું નાખીને, નરમ થાય ત્યાં સુધી સાંતળવું.ટામેટાં એકદમ ગળી જાય, પછી હલ્દી, લાલ મરચું, ધાણા - જીરું પાઉડર, નાંખી ને સરસ રીતે મસાલો સાંતળી લેવો.
- 2
હવે ચણા દાળ નાંખી, મસાલા માં સારી રીતે મિક્સ કરી લેવું, 1નાખી ચમચી કિચનકિંગ મસાલા પાઉડર નાંખવો. અને થોડો નાનો ટુકડો ગોળ ઉમેરવો. (બિલકુલ ઓપ્શનલ છે, પણ મને ચણા દાળ માં ગોળ ગમે છે) 1/2 ગ્લાસ પાણી નાંખી, મીઠું સ્વાદ પ્રમાણે નાંખી, હલાવી, બંધ કરી 3 થી 4 સિટી આવે, એટલે ગેસ બંધ કરી દેવો.
- 3
કુકર ખોલી સર્વિંગ બાઉલ માં કાઢી ઉપરથી કોથેરમીર ભભરાવવી.અને 1 ચમચી દેશી ઘી નાખવું. ચણા દાળ સાથે મેં અહીં જુવાર - બાજરાના મિક્સ રોટલાં કર્યા છે, સાથે ડુંગળી - ટામેટાં - લીંબુ - અથાણું અને ભજીયા મૂક્યાં છે.😍😍
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ