ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)

બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે.
ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ લઈ તેમાં બટર અને ખાંડ બંને લેવું.
- 2
હવે તેને બ્લેન્ડર ની મદદ થી એકદમ સ્મૂઠ બની જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરવું.
- 3
હવે એક ચાળણી લઈ તેમાં મેંદો બેકિંગ સોડા. બેકિંગ પાઉડર. મીઠું અને કસ્ટર્ડ પાઉડર નાખીને બરાબર મિક્ષ કરવું અને ચાળી લેવું.
- 4
હવે તેમાં બધી ટુટી ફૂટી નાખીને બરાબર મિક્સ કરવું અને સાથે કાજુ અને વરિયાળી પણ નાખીને મિક્સ કરવું.
- 5
હવે તેમાં મિલ્ક અને અસન્સે નાખીને બરાબર મિક્ષ કરવું અને લોટ બાંધો એ રીતે ઢીલું કણક બાંધી લેવી. જરૂર પડે થોડી મિલ્ક એડ કરી શકાય છે.
- 6
હવે બાંધેલી કણક લઈ ને તેને એક ગોળ આકાર કરી લેવો. અને ગોળ આકાર માં શેપ આપવો.
- 7
હવે એક પ્લાસ્ટિક રેપ લઈ ને તેને બરાબર દાબીને વાળી લેવું અને 2 કલાક માટે ફ્રીજ કરવું જેથી એકદમ કડક બની જાય.
- 8
હવે તેને બહાર કાઢીને તેને ચપ્પુ ની મદદ થી સહેલાઇ થી ધીરે ધીરે તૂટે નહિ એ રીતે તેને ગોળ ગોળ કાપવું.
- 9
હવે તેને એક બેકિંગ ડિશ લઈ તેને બટર થી ગ્રીસ કરવું જેથી નીચે ચોંટે નહિ. હવે ગોળ કાપેલ બિસ્કીટ ને તેમાં મૂકો.
- 10
હવે તેને બેક કરવા માટે ઓવન માં 15 મિનિટ માટે 180 ડિગ્રી સુધી બેક કરવું. તમે તમારા ઓવન પ્રમાણે ડિગ્રી ને મિનિટ મૂકી શકો છો.
- 11
હવે બિસ્કીટ રેડી છે તેને ઠંડા પાડીને એક એર ટાઈટ ડબ્બા માં ભરીને તેને એક વીક સુધી સ્ટોર કરી શકો છે.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (39)