ભરેલા રીંગણ બટાકા નું શાક(Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
ભરેલા રીંગણ બટાકા નું શાક(Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માંડવી ના દાણા ને ખાંડી અને તેમાં ઝીણા સમારેલા ટામેટાં, ખાંદેલું લસણ,. હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, અને કોથમીર ઉમેરી અને મિક્સ કરવું....
- 2
બટાકા અને રીંગણા ને ધોઈ ને વચ્ચે કાપા પાડી અને મિક્સ કરેલો મસાલો ભરવો...
- 3
ગેસ ઓન કરી કુકર મૂકી તેલ ગરમ કરવા મૂકવું....પછી તેમાં હિંગ ઉમેરી અને વધેલો જે મસાલો છે...તે ઉમેરવો. થોડી વાર બધું મિક્સ કરવું.પછી તેમાં ખાંડ, મીઠું અને ગરમ મસાલો ઉમેરી અને સરખું મિક્સ કરી ૩/૪ મિનિટ પકાવવું...
- 4
પછી તેમાં ભરેલા બટાકા અને રીંગણા ઉમેરવા...અને ધીમે ધીમે હલાવવું...૨ મિનિટ ધીમા ગેસ ઉપર પકવી અને તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરી અને કુકર ની ૪ સિટી વગાડી અને ગેસ બંધ કરી દેવો..
- 5
કુકર ઠરી જાય પછી શાક જોઈ લેવું અને ઉપરથી કોથમીર ઉમેરો અને સર્વ કરો...તો તૈયાર છે...ભરેલા રીંગણ બટાકા નું શાક..😋
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14891086





















ટિપ્પણીઓ (9)