બટાકા કાંદા નું શાક (Bataka Kanda Shak Recipe In Gujarati)

#KS7
કાંઈ શાક નાં હોય તો, બટાકાં - કાંદા તો ઘર માં મળીજ આવે. તો એનું શાક બધાજ બનાવી લેય. અને બધાનેજ ભાવે. જલ્દી પણ બની જાય. રોજ રોજ સુ બનાવવું, નાં સમજાય, તો સિમ્પલ કાંદા - બટાકાં નું શાક બનાવી લેવું.

રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા, બટાકાં, ટામેટાં, લસણ, મરચાં, આદું બધાંને સાફ ધોઈને, લાંબા સમારી લેવાં. ફોટો માં બતાવ્યું છે.
- 2
ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. ગરમ તેલ માં વઘાર ની સામગ્રી નાંખી ને તડતડાવવી.પછી સમારેલાં મરચાં, લસણ, અને આદું નાંખી 30 સેકેન્ડ સૉટે કરવું. પછી તેમાં સમારેલાં કાંદા નાંખી, ફ્રાય કરવું. કાંદા હલકા નરમ પડતા લાગે, તો તેમાં સમારેલાં બટાકાં નાંખી, હલાવી, સારી રીતે ફ્રાય કરવું. હવે તેમાં બધા મસાલા પાઉડર ભેળવવા.
- 3
મીઠું નાંખી, હલાવી, 1 ગ્લાસ પાણી નાંખી, ઢાંકણ ઢાંકી, બરાબર પાકે ત્યાં સુધી, કૂક થવા દેવું.હવે સમારેલાં ટામેટાં નાંખી, થોડીવાર થવા દેવું. ટામેટાં નરમ થાય ત્યાં સુધી થવા દેવું.તેનું પાણી બળી ને ઓછું થાય. બટાકાં સરસ ચડી જાય. એટલે ગેસ બંધ કરી, શાક ને સર્વિંગ બોલ માં કાઢી ઉપર થી જીણી સમારેલી કોથમીર થી ભભરાવવી.
- 4
શાક તૈયાર છે તેને તમે રોટલી કે રોટલાં સાથે સર્વ કરી શકો છો.અહીંયા મેં બ્રાઉન રાઈસ, દાળ, સલાડ, રોટલી અને ફ્રેશ અથાણાં સાથે સર્વ કર્યું છે. કાંદા - બટાકાં નું શાક ખુબ સરસ અને ટેસ્ટી બન્યું છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)