લેફ્ટઓવર રોટલી ચાટ

#EB
ઘરમાં આપણે વધી જતી રસોઈ ને, કૈક નવું રૂપ આપીને, ફરી પીરસીએ છીએ. વધી જતી રોટલી માંથી ઘણી નવી નવી રેસિપી બનાવી શકાય છે. અહીંયા મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે. તમને પસંદ આવશે.
લેફ્ટઓવર રોટલી ચાટ
#EB
ઘરમાં આપણે વધી જતી રસોઈ ને, કૈક નવું રૂપ આપીને, ફરી પીરસીએ છીએ. વધી જતી રોટલી માંથી ઘણી નવી નવી રેસિપી બનાવી શકાય છે. અહીંયા મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે. તમને પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર કડાઈ માં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં બટાકાં ના પીસ ને હલકા ફ્રાય કરી લો.
સાઈડ પર રાખીને એજ કડાઈ માં 1/2 બચેલું તેલ નાંખી ગરમ કરો. ડુંગળીને હલકી ફ્રાય કરો.લીલું મરચું, પીળાં, લીલાં, કેપ્સિકમ ના પિસેસ ને સૉટે કરી લો. (ક્રન્ચી રહે એવા રાખવાં. નરમ ના થાય તે ખાસ જોવું)તેમાં બાફેલાં વટાણા પણ મિક્સ કરો. તેમાં બેઉ મીઠું ઉમેરો. મરી પાવડર, અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો. ગેસ બંધ કરી, ચાટ મસાલો મિક્સ કરો.હવે તેમાં બટાકાં ને મિક્સ કરીલો. જેથી મીઠું અને મસાલો બધા માં સરખી રીતે મળી જાય.સ્ટફિંગ તૈયાર - 2
હવે વધેલી રોટલી ને ચાકૂ થી કે પિઝ્ઝા કટર થી નાનાં ચોરસ ટુકડાં માં કટ કરી લો.
- 3
કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરો. તેમાં બધા ટુકડાને સરસ ફ્રાય કરી લો.સાઈડ પર કાઢી લો. હવે એક પ્લેટ માં ટુકડાને મૂકો.
- 4
તેનાં પર તૈયાર કરેલું તજોડું થોડું સ્ટફિંગ મૂકો. સ્ટફિંગ પર લીલી ચટણી, ગોળ - આમલીની ચટણી અને ઉપર થી ફેંટેલુ દહીં નાખો. ફરી સ્ટફિંગ મૂકો, ને ફરી બધી ચટણી અને દહીં નાખો.લાલ મરચું પાવડર ભભરાઓ.
- 5
હવે સેવ ભભરાઓ. ડુંગળી અને કોથમીર થી સજાઓ. (તમે દાડમ પણ નાંખી શકો છો.)
- 6
નાનાં - મોટા સહુને ગમી જાય તેવો
"રોટી ચાટ" તૈયાર છે. 😍
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ