સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)

સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકીમાં થોડા દૂધમાં 1/2 લીંબુ એડ કરો. હવે એક તપેલીમાં તેલ મિલ્ક મેડ અને લીંબુ એડ કરેલું દૂધ એડ કરી બરાબર મિક્સ કરો. તેમાં મેંદાનો લોટ,ખાંડ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા એડ કરી બેટર તૈયાર કરો.જરૂર પડે તો દૂધ એડ કરો.
- 2
બેક કરવા માટે એક કડાઈમાં નીચે રેતી મૂકી ૫ મિનિટ બેક કરી લો. (Swiss roll બનાવવા માટે cake ટીન ના બદલે ઢોકળાની ડિશ નો ઉપયોગ કરેલો છે)
- 3
કેકના બેટર માંથી 2 ચમચી બેટર અલગ કરી લો તેમાં રેડ કલર મિક્સ કરો. તેને કોન માં ભરો. એક ડીશ માં બટર ગ્રીસ કરી તેના પર બટર પેપર લગાવી નાના નાના હાટૅ બનાવો. તેને પ્રી હીટ કરેલી કડાઈમાં પાંચ મિનિટ બેક થવા દો. હવે તેના ઉપર વ્હાઈટ બેટર એડ કરી 15 મિનિટ માટે મીડીયમ ગેસ પર બેક થવા દો.
- 4
હવે બનેલી કેક ને એક રૂમાલ માં લઈ લો. અને તેને રોલ કરી 30 મિનિટ માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો.
- 5
ક્રીમ બનાવવા માટે રૂમ ટેમ્પરેચર બટર ને હેન્ડવીસ્કર ની મદદથી બરાબર ફેટી લો.તેમાં મિલ્ક મેડ અને વેનીલા એસેન્સ એડ કરી બરાબર મિક્સ કરો તૈયાર છે ક્રિમ
- 6
બનાવેલા રોલને ફ્રીઝમાંથી કાઢી લો તેમાં ક્રીમ લગાવી ઝીણું સુધારેલું સ્ટ્રોબેરી એડ કરી ફરી પાછો ટાઈટ રોલવાળી એક કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.તૈયાર છે સ્વીસ રોલ.. તેને કટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
- પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
- ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
- સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
- એવાકાડો ગાર્લિક બ્રેડ (Avacado Garlic Bread Recipe In Gujarati)










ટિપ્પણીઓ (12)