મુંગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)

Nidhi Sanghvi @cook_9784
મુંગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાલ ને પાણી થી ૨-૩ વાર ધોઈ લો અને તેને ૩ કલાક પલાળી રાખો.પછી બધું પાણી નિતારી મિક્સર જારમાં દાલ અને મરચા લઈ ક્રશ કરી લો.પછી તેને એક બાઉલ માં લઇ તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 2
હવે સ્ટફિંગ માટે એક પેન માં ૧ ચમચી તેલ મૂકી તેમાં ઝીણી સમારેલી કાકડી ઉમેરી હલાવી લો.પછી તેમાં કેપ્સિકમ,ટામેટા, મકાઈ ના દાણા ઉમેરી મિક્સ કરી બધા શાક ને અધકચરા ચડવી લો.પછી તેમાં બધા મસાલા કરી પનીર નો ભૂકો કરી તેમાં ઉમેરી બરાબર હલાવી લો
- 3
હવે એક નોન સ્ટીક પેન માં તૈયાર કરેલ ખીરા ને પાથરી દો.પછી તેમાં થોડુક તેલ બધી બાજુ પાથરી દો.એક સાઈડ ગોલ્ડન થઈ જાય એટલે તેને પલટી લો.બીજી બાજુ થઈ જાય એટલે તૈયાર કરેલું પનીર નું સ્ટફિંગ એક સાઈડ મૂકી તેને વચ્ચે થી ફોલ્ડ કરી લો
- 4
તૈયાર થયેલા પનીર ચીલા ને ટામેટા સોસ અને કોપરા ફુદીના ની ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335338













ટિપ્પણીઓ