પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં પનીર ને કટ કરી તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી,હળદર, મરચું,મીઠું,તેલ એડ કરી બરાબર મિક્સ કરો.પછી ઘી માં ચણા નો લોટ શેકી લો.
- 2
પછી લાલ મરચુ,હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, 1 સ્પૂન તેલ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો.એક પેન ઘી લઈ ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા,જીરૂ સાંતળી લો.
- 3
પછી તેમાં આદું,મરચા ની પેસ્ટ ને સાંતળો પછી તેમાં ડુંગળી અને પાણી માં તૈયાર કરેલ મસાલા ની પેસ્ટ સાંતળો. તેમાં થોડું પાણી,ટમેટું,મીઠું,શેકેલ ચણા નો લોટ, પનીર ના ટુકડા, દહીં ઉમેરી 4 થી 5 મિનિટ માટે ચડવા દો.
- 4
પછી તેમાં મલાઈ ઉમેરી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335673




ટિપ્પણીઓ (5)