ભાખરી પિઝા (bhakhari pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો જીણો લોટ લઇ તેમાં મીઠું, ઘી, મલાઈ અને જરૂર મુજબ પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. લોટને 15 મિનિટ ટેસ્ટ આપો. હવે તેમાંથી લૂઆ બનાવીને જાડી ભાખરી વણી લો. અને ફોક ની મદદથી કાણા પાડી લો.
- 2
હવે નોનસ્ટીક પેનમાં બંને બાજુ ભાખરી શેકી લો.
- 3
હવે કઢાઈમાં બટર મૂકી ને ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લો.
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં થોડું બટર મૂકી શેકેલી ભાખરી મૂકો. અને તેની ઉપર પીઝા સોસ લગાવો. અને ટામેટા ડુંગળી કેપ્સીકમ મૂકો. ઉપર ચીઝ છીણી લો. અને તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. બે મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી રહેવા દો.
- 5
તો તૈયાર છે ભાખરી પિઝા સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15358405




ટિપ્પણીઓ (20)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊