રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે.

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧/૨ કપ - રવો
  2. ૧/૨ કપ - ચોખા નો લોટ
  3. ૧/૪ કપ - મેંદો
  4. ૨.૫ કપ+ ૧.૫ કપ - પાણી
  5. ૧ ટેબલસ્પુન -દહીં
  6. ૧ - કાંદો
  7. ૨/૩ - લીલા મરચા
  8. ૧ નાનો ટુકડો- આદુ
  9. ૧/૪ કપ - કોથમીર
  10. ૪/૫ - મીઠા લીમડા ના પાન
  11. ૧ ચમચી - જીરુ
  12. મીઠુ સ્વાદાનુસાર
  13. ૧/૨ ચમચી - મરી નો ભુકો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    રવો,મેંદો અને ચોખાના લોટ ને મીક્ષ કરી એમા મીઠુ,મરી,જીરુ,દહીં એડ કરવુ,૨.૫ કપ પાણી ધીરે ધીરે એડ કરી ખીરું બનાવવુ.કાંદા,લીમડા ના પાન,મરચા,આદુ ને ચોપ્પડ મા ચોપ કરી એડ કરવા.કોથમીર ને ઝીણી સમારી એડ કરવી.૧૫ મિનીટ માટે રેસ્ટ આપવો.

  2. 2

    ૧૫ મિનીટ પછી પાછું ૧.૫ કપ પાણી ઉમેરી ખીરા ને બરાબર હલાવી લેવુ.નોનસ્ટીક તવા પર કડછી ની મદદથી ખીરું પાતળું હોવાથી રીતસર નું રેડી દેવું.સરસ જાળીદાર ઢોસા પથરાશે.હાઇ ફ્લેમ પર ઘી/તેલ ની મદદથી ઢોસા ને બરાબર ગુલાબી શેકી લેવુ.

  3. 3

    રવાઢોસા ને કોપરા ની ચટણી અને ગનપાવડર સાથે મે બે્કફાસ્ટ મા સવઁ કયાઁ હતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes