કોપરા પાક (kopra paak recipe in gujarati)

#EB
#week16
#ff3
કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.
તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય

રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી માં જે વાસણ માં કે મોલ્ડ્ડ માં કોપરા પાક પાથરવાનો હોય તેને બટરપેપર મૂકી તેના પર ઘી થી ગ્રીસ કરી લેવું.
- 2
હવે થોડું ૧ ચમચી દૂધ ગરમ કરી તેમાં કેસર નાંખી પલાળી સાઈડ કરો જેથી એક ડાર્ક રોયલ પીળો રંગ આવે.
- 3
એક બાઉલ માં કોપરા નું છીણ કે ડેસિકેટેડ કોકોનટ ને ૧/૨ કપ દૂધ નાંખી પલાળી ને ઢાંકી ૧ કલાક માટે સાઈડ કરો... આ રીતે કરવાથી કોપરા પાક સોફ્ટ બને છે.
- 4
હવે એક જાડા તળિયા વાળા પેન માં ફૂલ ફેટ દૂધ લઈ તેમાં ખાંડ ઉમેરી માધ્યમ આંચ પર ગરમ કરી લો... ખાંડ ઓગળે એટલે કોપરા નું છીણ ઉમેરો.
- 5
કેસર વાળું દૂધ અને માવો, ઈલાયચી પાવડર પણ ઉમેરી બધું બરાબર મિક્સ કરી હલાવો. ૧૦ થી ૧૫ મિનિટ માં મિશ્રણ ઘટ્ટ થઈ ને પેન ની સાઈડ છોડે એટલે કોપરા પાક તૈયાર થશે.
- 6
હવે તેને મોલ્ડ માં કાઢી એકસરખો ચોરસ પાથરી ટુકડા માં કાપી લો... ઉપર થી બદામ થી ગાર્નિશ કરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (24)