ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Rita Vaghela @aarvi55
#GCR
ચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન.
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR
ચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને સારી રીતે ચાળી લેવો. લોટમાં થોડું તેલનું મોણ દહીં સારી રીતે મિક્સ કરી લેવું. પછી નવશેકા ગરમ પાણીથી થોડો કઠણ લોટ બાંધવો અને તેમાંથી નાના નાના મુઠીયા બનાવી લેવા. ત્યારબાદ મધ્યમ આંચ પર તેને બદામી રંગના તળી લેવા.
- 2
મુઠીયા સહેજ ઠરી જાય પછી તેનો મિક્સરમાં ભૂકો કરી લેવો. ત્યારબાદ ઘી અને ગોળ મધ્યમ આંચ પર ગરમ કરી લેવા. ગોળ ઉપર આવે એટલે એ ગોળની પાઈ તૈયાર થઈ ગઈ. અને તેને મુઠીયા ના ભૂકામાં નાખી કાજુ,બદામ, કિસમિસ અને જાયફળનો ભૂકો નાખી સારી રીતે મિક્સ કરી લેવું
- 3
પછી તેમાંથી એક સરખા લાડવા બનાવી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15484600






ટિપ્પણીઓ