કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે કોથમીર ને સમારી અને ધોઈ લેશું.
- 2
ત્યારબાદ એક વાસણમાં કોથમીર લઈ તેમાં ચણાનો લોટ ઉમેરી શું, હવે તેમાં બધા મસાલા કરીશું, અને આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું.
- 3
ત્યારબાદ તેમાં સોડા ઉમેરી તેની ઉપર લીંબુ નાખીશું, હવે તેને બરાબર મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી શું અને બેટર તૈયાર કરીશું.(બેટર ઘટ રાખવાનું રહેશે)
- 4
એક કડાઈમાં પાણી ગરમ મૂકી દેશું હવે એક એલ્યુમિનિયમ ના વાસણ માં તેલ થી grease કરીશું અને બેટર ઉમેરી દેશું.
- 5
15 મિનિટ સુધી મીડીયમ આંચ ઉપર ચડવા દેશું, ચડી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી ઠંડું પડે એટલે કાપા પાડી શું.
- 6
એક પેનમાં તેલ ગરમ કરી કોથંબિર વડીને તળીશું ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને કાઢી લેશું.
- 7
તો તૈયાર છે કોથંબિર વડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15537458





ટિપ્પણીઓ (2)