ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોળા ને બરોબર ધોઇને કોરા કરી લો પછી તેને ઉભા સમારી લો
- 2
બટાકા ને પણ છોલીને ઉભા સમારી લો
- 3
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો રાઈ અને જીરું તતડે એટલે તેમાં હીંગ ઉમેરો અને ઝીણા સમારેલા મરચા ઉમેરો પછી તેમાં સમારેલા બટાકા અને સમારેલા ટીંડોળા ઉમેરો પછી તેમાં મરચું ધાણાજીરું પાઉડર હળદર અને મીઠું ઉમેરો અને બધુ મિક્સ કરીને થોડુંક પાણી ઉમેરી ઢાંકીને દસ મિનિટ માટે ચડવા દો
- 4
હવે શાક ચઢી જાય એટલે તેમાં કોથમીર ઉમેરી સર્વિંગ પ્લેટમા લઈને સાથે લાડુ દાળ અને ભાત પીરસીને સર્વ કરો તો તૈયાર છે ગુજરાતી દાળ ભાત લાડુ અને ટીંડોળા બટાકાનું શાક...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15558983




ટિપ્પણીઓ (5)